Manadu Kim hi na baje ho kunthujin stavan gujarati lyrics

Manadu Kim hi na baje ho kunthujin stavan gujarati lyrics

મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન! મનડું કિમહિ ન બાજે;

જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાંજે. હો૦ ।। ૧ ।।

 

રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય;

સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય.||૨||

 

મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;

વૈરિડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે.||૩||

 

આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકુ;

કિહાં કને જો હઠ કરી અટકું, તો વ્યાલતણી પરે વાંકું.||૪||

 

જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ;

સર્વમાંહેને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ.||૫||

 

જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો;

સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો. હો૦।।૬।।

 

મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે;

બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો૦।|૭।|

 

મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી;

એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી.||૮||

 

મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, તે આગમથી મતિ આણું;

‘આનંદઘન’ પ્રભુ માહરું આણું, તો સાચું કરી જાણું. હો૦।।૯।|

Related Articles