Manadu Kim hi na baje ho kunthujin stavan gujarati lyrics

Manadu Kim hi na baje ho kunthujin stavan gujarati lyrics

મનડું કિમહિ ન બાજે હો કુંથુજિન! મનડું કિમહિ ન બાજે;

જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાંજે.

હો૦ ।। ૧ ।।

રજની વાસર વસતિ ઉજ્જડ, ગયણ પાયાલે જાય;

સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય.હોગારા

મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે;

વૈરિડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે.

हो०॥३॥

આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકુ;

કિહાં કને જો હઠ કરી અટકું, તો વ્યાલતણી પરે વાંકું.

જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ;

હો૦।।૪।।

સર્વમાંહેને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ.

જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો;

હો.।ાપ ।।

સુર ર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો.

હો૦।।૬।।

મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે;

બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે.

હો૦।ા૭।ા

મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી;

હો૦।।૮।।

એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી.

મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, તે આગમથી મતિ આણું;

‘આનંદઘન’ પ્રભુ માહરું આણું, તો સાચું કરી જાણું.

હો૦।।૯।

Related Articles

× CLICK HERE TO REGISTER