મનમંદિર મોહન આવીયે…મનમંદિર મોહન આવીયે………!
રાગ વિના તું રીઝવે, રીઝ વિના અરિહંત હો;
ભોગ વિના સુખ ભોગવે, નવિ કામ ધરે ભગવંત હો.||૧||
દામ નહિ જિન તાહરે પણ, ઠકુરાઈ નવિ પાર હો;
સંબંધ કોઈશું ન તાહરે પણ, બંધવ પરે અધિકાર હો.||૨||
માન વિના હિત ચિંતવે, કારણ ઉપગાર હો;
દાન છે સુરતરુ સારિખો, તિહાં કંચનનો નવિ પાર હો.||૩||
રાગ ભર્યો દિલ માહરો પ્રભુ, તે તિહાં કીધો પ્રકાશ હો;
જગરંજન તે નવિ આદર્યો, તિહાં રાગ નહિ લવલેશ હો.||૪||
અકલ પંથ એક તાહરો, તું તારે સહું સંસાર હો;
અળગો પણ રહે સંસારથી, પંકજ પરે જગદાધાર હો.||૫||
હું છું શાયર તુમે ચન્દ્રમાં, પ્રભુ અમ મોરા તુમે મેહ હો;
તમે તરુવર અમે પંખીયા, મુજને તુમશું અવિહડનેહ હો.||૬||
બાળક પરે જાણી કરી, કરો કરુણાદ્રષ્ટિ રસાળ હો;
પ્રભુ રાજનગરના રાજીયા, જિન વીર જિણંદ દયાળ હો.||૭||