મનમોહન પ્રભુ પાસજી, સુણો જગત આધારજી;
શરણે આવ્યો રે પ્રભુ તાહરે, મુજ દુરિત નિવારજી. મન૦ ।।૧ ।।
વિષય કષાયના પાશમાં, ભમીયો કાળ અનંતજી;
રાગ દ્વેષ મહા ચોરટા, લૂંટ્યો ધર્મનો પંથજી.મન૦ || ૨ ||
પણ કાંઈ પૂરવ પુણ્યથી, મળિયા શ્રી જિનરાજજી;
ભવસમુદ્રમાં ડૂબતાં, આલંબન જિમ જહાજજી.મન૦||૩||
કમઠે નિજ અજ્ઞાનથી, ઉપસર્ગ કીધાં બહુ જાતજી;
ધ્યાનાનલ પ્રગટાવીને, કીધો કર્મનો ઘાતજી.||૪||
કેવળજ્ઞાનથી દેખિયું, લોકાલોક સ્વરુપજી;
વિજય મુક્તિપદ જઈ વર્યું, સાદિ અનંત ચિદ્રુપજી. મન૦ ।।૫ ।।