હે મારા ઘટમાં બિરાજતા,
અરિહંતજી, જિનવરજી, મહાવીરજી
તારા દર્શન કરીને થયું પાવન
આ મન તારા મુખડાને જોઇ થયું
જીવન ધન્ય, મારા મહાવીર પ્રભુ, હે મારા ઘટમાં…
હું તો વીર પ્રભુની ભક્તિ રે કરું
મારું જીવન પ્રભુ તારા ચરણે ધરું
તારી મૂર્તિને જોઇ દાદા કરું રે નમન,
મારું મોહી લીધું મન, હે મારા ઘટમાં…
હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી
હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી
તારી આંખ્યુમાં જોઇ છે પ્રેમની ઝડી,
મારા તારણકરણ, હે મારા ઘટમાં…
મારો આતમ બન્યો છે આજ બળભાગી
મારા હૈયા મેલ્યા છે શણગારી
તમે વહેલા પધારો ઉરના આંગણિયે,
ભક્તો કરે છે નમન, હે મારા ઘટમાં…