(ઓ) મારા રૂપાળા ભગવાન! તમારું રૂપ ભૂલાવે ભાન,
તમારો ઉજળો-ઉજળો વાન, તમારું રૂપ ભૂલાવે ભાન.
તારી અણિયારી પાંપણમાં, મને મોરપીંછ દેખાતું,
તારા ભાલતિલકમાં જાણે, કે મેઘધનુષ વિખરાતું,
તારા પ્રેમ તણી પહેચાન તમારું.
કોઈ હળવે-હળવે હાથે, તારા અંગ-અંગને લૂંછે,
પેલું અંગ લૂંછણું પૂછે, તારા દેહથી કોમળ શું છે,
દુનિયા છે કૂરબાન તમારું.
હું ફૂલ ચઢાવું તુજને, તો ફૂલ ઘણું શરમાતું,
સૌંદર્ય તમારું નિરખી, એનું અંગ ગુલાબી થાતું,
તારું દર્શન અમૃતપાન
તમારું.