મારા સાહિબ! શ્રી અરનાથ!, અરજ સુણો એક મોરી રે;
મારા પ્રભુજી પરમ કૃપાલ, ચાકરી ચાહું તોરી રે,
ચાકરી પ્રભુ ગુણ ગાઉં, સુખ અનંતા પાઉં રે. ॥१॥
જિન ભગતે જે હોવે રાતા, પામે પરભવ તે સુખશાતા રે;
પ્રભુ પૂજાએ આળસુ થાતા, તે દુખિયા પરભવ જતા રે.||૨||
પ્રભુ હાયથી પાતિક ધ્રૂજે, સારી શુભમતિ સૂઝે રે;
તે દેખી ભવિયણ પ્રતિબૂઝે, વળી કર્મરોગ સવિ રુઝે રે.||૩||
સામાન્ય નરની સેવા કરતાં, તો પણ પ્રાપ્તિ થાય રે;
તો ત્રિભુવન નાયકની સેવા, નિશ્ચે નિષ્ફળ ન જાય રે.||૪||