Mara sahib Shri arnath stavan gujarati lyrics

Mara sahib Shri arnath stavan gujarati lyrics

મારા સાહિબ! શ્રી અરનાથ!, અરજ સુણો એક મોરી રે;

મારા પ્રભુજી પરમ કૃપાલ, ચાકરી ચાહું તોરી રે,

ચાકરી પ્રભુ ગુણ ગાઉં, સુખ અનંતા પાઉં રે. ॥१॥

જિન ભગતે જે હોવે રાતા, પામે પરભવ તે સુખશાતા રે;

પ્રભુ પૂજાએ આળસુ થાતા, તે દુખિયા પરભવ જતા રે.

પ્રભુ હાયથી પાતિક ધ્રૂજે, સારી શુભમતિ સૂઝે રે;

તે દેખી ભવિયણ પ્રતિબૂઝે, વળી કર્મરોગ સવિ રુઝે રે.

સામાન્ય નરની સેવા કરતાં, તો પણ પ્રાપ્તિ થાય રે;

તો ત્રિભુવન નાયકની સેવા, નિશ્ચે નિષ્ફળ ન જાય રે.

સાચી સેવા જાણી પ્રાણી, જે જિનવર આરાધે રે;

ખિમાવિજય પય પામી પુણ્યે, જશ સુખ લહે નિરાબાધે રે. ॥३॥

||૫ ||

Related Articles

× CLICK HERE TO REGISTER