મારા શૈશવમાં લઇને દાદા ને દ્વાર
મારી માતાએ કીધો મુજ પર એવો ઉપકાર..
મારા જીવનમાં દઇ ને તારો આધાર,
મારી માતાએ કીધો મુજ પર એવો ઉપકાર..
લગની લગાડી એક એવી આ મનમાં
સુવિધિ સુવિધિ જપી રહેતો આનંદમાં..
નામે એક ઘેલો કીધો નાની આ વયમાં (૨)
મારા અંતરમાં ગૂંજે તારો ધબકાર.. મારી માતાએ… (૧)
જાપ એક એવો બળિયો, બાકી સહુ ફોક
જીવતર સુધારે સક્ષમ આ શ્લોક છે.
એના પ્રભાવે જગમાં હરખાતા લોક છે (૨)
દિવો લઇને હણ્યો કાળો અંધકાર… મારી માતાએ… (૨)
શાસનની સેવા કાજે શક્તિ તું દેજે,
પરભવ સુધારે એવી ભક્તિ તું દેજે.
માતાની મમતામાંથી મુક્તિ તું દેજે (2)
ક્યારે બનીશ તારો સાચો અણગાર… મારી માતાએ… (૩)