મારા શમણા માં નેમ પ્રભુ આવતા રે
લોલ એ તો આવી ને મુજ ને જગાડતા લોલ મારા શમણા માં …..
મારી ઘેલી નીંદર ને ઉડાડતા રે લોલ,
એ તો ઉર ના આસનીયે બિરાજતા રે सोस… (२)
હું તો અંતર થી આરતી ઉતારતો રે લોલ
હું તો ભાવ ભર્યા ફુલડે વધાવતો રે લોલ મારા શમણા માં….
હું તો સ્નેહ ની સિતાર આજ છેડતો રે
લોલ મારા સ્વામી ને દિલ થી રીઝવતો રે सोस… (२)
પ્રભુ હસી હસી મુજને બોલાવતા રે લોલ
મને મુક્તિ નો મારગ બતાવતા રે લોલ મારા શમણા માં….
એના શિખરે ધજાઓ-મોંઘી ફરફરે રે લોલ
એના સોનેરી કળશ જનમન હરે રે तोस… (२)
એની જાળી ની કોતરણી ઝીણી રે લોલ
મને જોવી ગમે બહુ તે અનેરી રે લોલ
મારા શમણા માં નેમ પ્રભુ આવતા રે લોલ
મારી આઁખો મા અમૃત વરસાવતા રે લોલ મારા શમણા માં….
મારા શમણાં માં નેમ પ્રભુ આવતા રે લોલ
યે તો આવીને મુજને જગાડતા રે લોલ
મારી આઁખોમા અમૃત વરસાવતા રે तोस… (२) મારા શમણા માં….