મારે બનવુ છે ભગવાન, મારે કરવા છે ઉપધાન
થઇ.. સાધનામાં એકતાન, મારે કરવા છે ઉપધાન મારે બનવુ છે…
નમો અરિહંતાણં નાદે જ્યાં, ઉઘડે વહેલી સવાર,
સો લોગ્ગસ્સથી પાવન થઈ ને દઊં, ખમાસમણ સો વાર,
જ્યાં સુખ-દુ:ખ એક સમાન… મારે કરવા…
મારી અષ્ટપ્રવચન માતા, જીવો ને આપે શાતા,
સહવર્તીઓ બને ભ્રાતા, જોઇ આંસુઓ ઉભરાતા,
જ્યાં પ્રેમ-સ્નેહ-સન્માન… મારે કરવા…
ગુરુ પ્રેમથી ઘણું સમજાવે-સંસાર ની યાદ ન આવે,
ભલે નિવિના દિવસો આવે, ઉપવાસે મન હરખાવે,
નાની ક્રિયામાં-ઘણું બહુમાન… મારે डरवा…
ગિરિરાજની શીતલ છાયા,
રત્નચંદ્રસૂરિ ગુરુ રાયા, વોહેરા પરિવાર સોહાયા,
ઉપધાન તપ મંડાયા, હવે ગૂંજે એક જ ગાન… મારે કરવા…