મારો મુજરો લ્યોને રાજ! સાહિબ! શાંતિ! સલૂણા!
અચિરાજીના નંદન તોરે, દરિશણ હેતે આવ્યો;
સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટણું લાવ્યો.||૧||
દુઃખભંજન છે બિરુદ અમને આશા તુમારી;
તુમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી? ॥૨॥
કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે;
પણ બાળક q aqજો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે?||૩||
મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું?
ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું?||૪||