Maro muj lyone Raj stavan gujarati lyrics

Maro muj lyone Raj stavan gujarati lyrics

મારો મુજરો લ્યોને રાજ! સાહિબ! શાંતિ! સલૂણા!

અચિરાજીના નંદન તોરે, દરિશણ હેતે આવ્યો;

સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટણું લાવ્યો.

દુઃખભંજન છે બિરુદ અમને આશા તુમારી;

તુમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી?

॥੧॥

કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે;

પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે?

મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું?

ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું?

અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે;

વિમલવિજય વાચકનો સેવક, ‘રામ’ કહે શુભ ભગતે.

Related Articles

× CLICK HERE TO REGISTER