માતા મરુદેવીના નંદ!, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી;
મારું દિલ લોભાણું જી, દેખી તાહરી મૂરતિ મારું ચિત્ત ચોરાણું જી.
કરુણાસાગર, કાયા કંચનવાન;
ધોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન.||૧||
ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર;
જોજન ગામિની વાણી મીઠી, વરસંતી જલધાર.||૨||
ઉર્વશી રુડી અપચ્છરા ને રામા છે મનરંગ;
પાયે નેઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ.||૩||
તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું જગ તારણહાર;
તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર.||૪||
તું હી ભ્રાતા તું ત્રાતા, તું હી જગતનો દેવ;
સુર નર કિન્નર વાસુદેવા, કરતાં તુજ પદ સેવ.||૫||