માતા મરુદેવીના નંદ,
દેખી તાહરી મૂર્તિ મારું મન લોભાણુંજી,
મારું દિલ લોભાણુંજી.
દેખી તાહરી મૂર્તિ મારું દિલ લોભાણુંજી.
કરુણા નાગર કરુણા સાગર,
કાયા કંચનવાન; ધોરી પાઉલે,
કંઈ ધનુષ્ય પાંચસે માન. માતા…
ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર;
યોજન ગામિની વાણી મીઠી,
વરસંતી જળધાર. માતા…
ઉર્વશી રૂડી અપ્સરાને, રામા છે મનરંગ;
પાયે નૂપુર રણઝણે, કંઈ કરતી નાટારંભ. માતા…
તુંહી બ્રહ્મા, તુંહી વિધાતા; તું જગ તારણહાર;
તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર. માતા…
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ;
સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા…
શ્રી સિદ્ધાચળ તીર્થ કેરો, રાજા ઋષભજિણંદ;
કીર્તિકરે માણેકમુનિ તારી, ટાળો ભવભય ફંદ. માતા…