Mata marudevina nand stavan gujarati lyrics

Mata marudevina nand stavan gujarati lyrics

માતા મરુદેવીના નંદ!, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી;

મારું દિલ લોભાણું જી, દેખી તાહરી મૂરતિ મારું ચિત્ત ચોરાણું જી.

કરુણાસાગર, કાયા કંચનવાન;

ધોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન.

ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર;

જોજન ગામિની વાણી મીઠી, વરસંતી જલધાર.

ઉર્વશી રુડી અપચ્છરા ને રામા છે મનરંગ;

પાયે નેઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ.

તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું જગ તારણહાર;

તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા આધાર.

તું હી ભ્રાતા તું ત્રાતા, તું હી જગતનો દેવ;

સુર નર કિન્નર વાસુદેવા, કરતાં તુજ પદ સેવ.

શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ જિણંદ;

કીર્તિ કરે “માણેકમુનિ’ તાહરી, ટાળો ભવભય ફંદ.

॥६॥

Related Articles

× CLICK HERE TO REGISTER