માતા ત્રિશલાનંદ કુમાર, જગતનો દીવો રે,
મારા પ્રાણતણો આધાર, વીર ઘણું જીવો રે;
આમલકી ક્રીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે,
સુણજોને સ્વામી અંતરજામી, વાત કહું શિર નામી રે. માતા૦ ।। ૧ ।।
સુધર્મા સુરલોકે રહેતાં, અમો મિથ્યાત્વે ભરાણા રે;
નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણા રે.||૨||
એક દિન ઈન્દ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે;
ધીરજ બળ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાળક તોલે રે. માતા૦।।૩।।
સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે;
ફણિધરને લઘુ બાળક રૂપે, રમત રમિયો છાની રે.માતા૦ ।।૪।।
વર્ધમાન તુમ ધીરજ મોટું, બાલપણામાં નહિ કાચું રે;
ગિરઆના ગુણ ગિરુઆ ગાવે,
હવે મેં જાણ્યું સાચું રે. માતા૦ ||૫ ||
એક જ મુષ્ટિ પ્રહારે મારું, મિથ્યાત્વ ભાગ્યું જાય રે;
કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય રે. માતા૦।।૬।।
આજ થકી તું સાહિબ માહરો, હું છું સેવક તાહરો રે;
ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું,
પ્રાણ થકી તું પ્યારો રે. માતા૦।।૭।।
મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગ સિધાવે રે;
મહાવીર પ્રભુનું નામ ઈન્દ્રસભા ગુણ ગાવે રે. માતા૦।।૮।।