મેં કીનો નહીં તુમ બિન ઔર શું રાગ… (૨)
દિન દિન વાન ચઢત ગુણ તેરો, જ્યું કંચન પર ભાગ;
ઔરન મેં હૈ કષાય કી કાલિમા, સો ક્યું સેવા લાગ.||૧||
રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રુચિ કાગ;
વિષય ભુજંગમ ગરુડ તે કહીએ, ઔર વિષય વિષ નાગ.||૨||
જલ છિલ્લર સરીખે, તું તો સમુદ્ર અથાગ;
તું સુરતરુ જગ વાંછિત પૂરણ, ઔર તો સૂકે સાગ.||૩||
તું પુરુષોત્તમ, તું હીં નિરંજન, તું શંકર વડભાગ;
તું બ્રહ્મા, તું બુદ્ધ મહાબલ, તું હીં જ દેવ વીતરાગ.||૪||