મુજ ઘટ આવજો રે નાથ,
કરુણા કટાક્ષે જોઈને, દાસને કરજે સનાથ.||૧||
ચંદ્રપ્રભ જિન રાજિયા, તુજ વાસ વિષમો દૂર;
મળવા મન અળજો ઘણો, કિમ આવીએ હજૂર. ||૨||
વિરહ વેદના આકરી, લખી પાઠવું કુણ સાથ;
પંથી તો આવે નહિ, તે મારગે જગનાથ.||૩||
તું તો નિરાગી છે પ્રભુ!, પણ વાલહો મુજ જોર;
એક પખી એ પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. ||૪||