મુજ મન ભમરો પ્રભુ ગુણ ફૂલડે, રમણ કરે દિનરાત;
સુણજો સ્વામી સુપાર્શ્વ સોહામણા રે,
કરજોડી કહું વાત. મુજ૦।।૧ ।।
મનડું ચાહે છે પ્રભુ મળવા ભણી રે, પણ દીસે છે અંતરાય;
જીવ પ્રમાદી કર્મ તણે વશ રે, તો કિમ મળવું થાય. भु४०॥२॥
લાખ ચોરાશી જીવયોનિમાં રે, ભવ અટવી ગતિ ચાર;
કાળ અનાદિ અનંત ભમતાં થકારે, કિમહી ન આવે પાર. મુજ૦।।૩॥
માર્ગ બતાવો સાહેબ માહરા રે, જિમ આવું તુમ પાસ;
લાજ વધારો સેવક તણી રે, ઘો દરિસણ મહારાજ.||૪||