Muj mandama tu varasyo re stavan gujarati lyrics

Muj mandama tu varasyo re stavan gujarati lyrics

મુજ મનડામાં તું વસ્યો રે, જજ્યું કુસુમમાં વાસ;

અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ.

તુજશું રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ધાત;

શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ.

શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર;

તે દિનથી મન માહરું રે, લાગ્યું તાહરી લાર.

મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર ચકોર;

તિમ મુજને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર.

ભર્યા સરોવર ઊમટે રે, નદીયાં નીર ન માય;

તો પણ યાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય.

ઈમ જગમાં પ્રભુ તુમ વિના રે, મુજ મન નાવે રે કોય;

‘ઉદય’ વદે પદ સેવના રે, દીજે સન્મુખ જોય.

Related Articles

× CLICK HERE TO REGISTER