મુજરો લ્યોને માહરો સાહિબા,ગિરુઆ ગરીબ-નિવાજ;
અવસર પામીજી એહવો, અરજ ન કરશોજી આજ.||૧||
તરુ આપે ફળ-ફૂલડાં, જળ આપે જળધાર;
સ્વારથ કો નહીં, કેવળ પર ઉપકાર.||૨||
તિમ પ્રભુ જગ જન તારવા, તું પામ્યો અવતાર;
માહરી વેળાજી એવડો, એ છે કવણ વિચાર.||૩||
ખિજમતગાર હું તાહરો, ખામી ન કરુંજી કોઈ;
બિરુદ સંભાળી આપણો, હિતની નજરે જોઈ.||૪||