Muj rolyone Maro sahib stavan gujarati lyrics

Muj rolyone Maro sahib stavan gujarati lyrics

મુજરો લ્યોને માહરો સાહિબા,ગિરુઆ ગરીબ-નિવાજ;

અવસર પામીજી એહવો, અરજ ન કરશોજી આજ.

તરુ આપે ફળ-ફૂલડાં, જળ આપે જળધાર;

સ્વારથ કો નહીં, કેવળ પર ઉપકાર.

તિમ પ્રભુ જગ જન તારવા, તું પામ્યો અવતાર;

માહરી વેળાજી એવડો, એ છે કવણ વિચાર.

ખિજમતગાર હું તાહરો, ખામી ન કરુંજી કોઈ;

બિરુદ સંભાળી આપણો, હિતની નજરે જોઈ.

સંભવ સાહિબ માહરા, તું મુજ મળિયોજી ઈશ;

વાચક વિમલવિજય તણો, ‘રામ’ કહે શુભ શીશ.

Related Articles

× CLICK HERE TO REGISTER