મુજ સરીખા મેવાસીને, પ્રભુ જો તું તારે;
તારક તો જાણું ખરો, જૂઠું બિરુદ શું ધારે? भु४०॥१॥
સેવા સલામી નવિ ભરું, સીધી આણ ન માનું;
માહરી રીતિ પ્રીછો તમે, શું રાખીએ છાનું? भु४०॥२॥
મોહ મિથ્યાત્વ મેવાસમાં, વળી વાસ મેં કીધો;
નિર્ગુણી ગુન્હી અકહ્યાગરો, નવિ ચાલું સીધો. भु४०॥३॥
જે તેં વરજ્યા વેગળા, તે મેં આઘા લીધા;
તુજશું બાંધી બાકરી, અન્યાયોં મેં કીધા. भु४०॥४॥
દ્વેષ ધરી તુજ ઉપરે, બીજાશું મળીયો;
તુજ શાસન ઉત્થાપીને, પાખંડે વળીયો.भु४०॥५॥
છલ કરીને છ કાયની, તુજ વાડી વિણાશી;
હું છું અનાડી અનાદિનો, હું તો મોટો મેવાસી. भु४०॥६॥
મેવાસીપણું મેલીને, આવ્યો તુજ ચરણે;
જો તારે તો તારજે, એહવે આચરણે. भु४०॥७॥