મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઇએ (૨ વાર)
મુનિસુવ્રત જેવા અમે ક્યારે થઈએ (૨ વાર)
મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઇએ (૨ વાર)
મારગ બતાવ્યો બતાવ્યા છે તત્વ,
ચાલી શકીયે નથી એવું સત્વ (ર વાર)
મમત્વ ને ત્યાગી વિરત્ત ક્યારે થઇયે (૨ વાર)
મુનિસુવ્રત અમે ક્યારે થઈએ મુનિ ક્યારે બનીયે,
સુવ્રત ક્યારે લઇએ (૨ વાર)
સામે થી ચાલી ને તાર્યો રે અશ્વ,
એવું છે સ્વામી તમારું મહત્વ (૨ વાર)
તું તારવાવે તો અમે પણ તરીયે (૨ વાર) ।।૨।।
મુનિસુવ્રતજેવા અમે ક્યારે થઈએ
મુનિ ક્યારે બનીયે, સુવ્રત ક્યારે લઇએ (૨ વાર)