મુનિસુવ્રત જિનરાય, એક મુજ વિનંતી નિસુણો;
આતમતત્ત્વ ક્યું જાણું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયો;
આતમતત્ત્વ જાણ્યા વિણ નિરમલ, ચિત્તસમાધિ નવિ લહિયો. ।।૧ ।।
કેઈ અબંધ આતમતત્ત્વ માને, કિરિયા કરતો દિસે;
ક્રિયાતણું ફળ કહો કુણ ભોગવે? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુ૦।। ૨ ।।
જડ ચેતન એ આતમ એક જ, સ્થાવર જંગમ સરીખો;
સુખ દુઃખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. મુ૦||૩||
એક કહે નિત્ય જ આતમતત્ત્વ, આતમ દરિસણ લીણો;
કૃત વિનાશ અકૃતાગમ નવિ દેખે મતિ હીણો. મુ૦।।૪ ।।
સૌગત મતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો;
બંધ મોક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણો. મુ૦।।૫।।
ભૂત ચતુષ્કવર્જિત આતમતત્ત્વ, સત્તા અળગી ન ઘટે;
અંધ શકટ જો નજરે ન દેખે, તો શ્યું કીજે શકટે.||૬||
ઈમ અનેક વાદી મતિ વિભ્રમ, સંકટ પડિયો ન લહે;
ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત્વ કોઈ ન કહે.||૭||
વલતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ છંડી;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમશું રઢ મંડી.||૮||
આતમ ધ્યાન કરે જ કોઉ, સો ફિર ઈણ મેં નાવે;
બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે.||૯||