મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ ગ્રહ્યું છે તમારું;
પ્રાતઃ સમય જ્યારે હું જાગું, સ્મરણ કરું છું તમારું;
હો જિનજી! તુજ મૂરતિ મનહરણી,
ભવ સાયર જલ તરણી.||૧||
આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું;
જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો.||૨||
ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તમારું;
મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારું.||૩||
ભોર થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું;
સુખિયો સૂર્વે ને દુખિયો રુવે, અકલ ગતિએ વિચારું.||૪||
ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું;
જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું.||૫||