Munisurat man mohyu maru stavan gujarati lyrics

Munisurat man mohyu maru stavan gujarati lyrics

મુનિસુવ્રત મન મોહ્યું મારું, શરણ ગ્રહ્યું છે તમારું; પ્રાતઃ

સમય જ્યારે હું જાગું, સ્મરણ કરું છું તમારું; હો જિનજી!

તુજ મૂરતિ મનહરણી, ભવ સાયર જલ તરણી.

આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું;

જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો.

ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તમારું;

મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારું.

ભોર થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું;

સુખિયો સૂર્વે ને દુખિયો રુવે, અકલ ગતિએ વિચારું.

ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું;

જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું.

માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું;

“ઉદયરત્ન’ એમ જાણી પ્રભુ તારું, શરણ ગ્રહ્યું છે મેં સારું. ।।૬।।

Related Articles

× CLICK HERE TO REGISTER