ના રે પ્રભુ નહિ માનું, નહિ માનું અવરની આણ,
માહરે તાહરું વચન પ્રમાણ…
હરિહરાદિક દેવ અનેરા, તે દીઠા જગ માંય રે;
ભામિની ભ્રમર ભૂકૂટિએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. ના રે૦ ।। ૧ ।।
કેઈક રાગીને કેઈક દ્વેષી, કેઈક લોભી દેવ રે;
કેઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસ સેવ?||૨||
મુદ્રા પણ તેહમાં નવિ દીસે, તુજ માંહેલી તિલમાત્ર રે;
જે દેખી દિલડું નવિ રીઝે, શી કરવી તસ વાત રે. ||૩||
તું ગતિ, તું મતિ, તું મુજ પ્રીતમ, જીવ જીવન આધાર;
રાત-દિવસ સ્વપનાંતર માંહી, તુંહી મારે નિરધાર. ||૪||
અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરીને નિહાલ રે;
જગબંધવ એ વિનંતી મારી, મારાં જન્મમરણ દુઃખ ટાળ. નારે૦।।૫।।
ચોવીસમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદ રે;
ત્રિશલાજીના નાનડિયા પ્રભુ, તુમ દીઠે અતિહી આનંદ.||૬||