નાભિરાયા વંશે વારું ઉદયો દિણંદ,
દેવનો મેં દેવ દીઠો આદિ જિણંદ;
આદિ જિણંદ મરુદેવાનો
નંદ દેવનો મેં દેવ દીઠો આદિ જિણંદ.||૧||
મીઠું લાગે મહારાજ રુપ તારું આજ,
મુજરો લીયોને મારા સારોને કાજ;
દિવસ ઘણે દીઠો નાથ! મુને નેહ,
ઉપન્યો આનંદ તેનો કોણ લહે છેહ.||૨||
તા તા થૈ થૈ તાલ બાજે ધીન ધીન ધ્રોમ્,
મૃદંગ દેવદુંદુભિ બાજે ધ્રોમ્ કોમ્;
ૐ શંખ બાજે બાજે એક સાદ,
ધપમપ ધપમપ ધમકે બાદલ રસાદ.||૩||
કીટ ધીન કીટ થૈ થૈ થાય,
પધની ધપ મપ થઈ અતિ વાય;
ઘમ ઘમ ઘૂઘરા ઘમકે રે પાય,
ભણ ભણ ભણકારા ભેરીના થાય.||૪||