નેમિ જિનેશ્વર નિજ કારજ કર્યો, સર્વ વિભાવોજી;
આતમ શક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. ।।૧।|
રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંબ્યા અરિહંતોજી;
ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી. ॥२||
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતી અગ્રાહ્યોજી;
પુદ્રલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી.||૩||
॥३॥
રાગી સંગે રે રાગ દશા વધે, થાએ તિણે સંસારોજી;
નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારોજી.||૪||
અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી;
સંવર વાધે રે સાધે નિર્જરા, આતમ ભાવ પ્રકાશેજી. ॥५॥
નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્વે ઈકતાનોજી;
શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિએ મુક્તિ નિદાનોજી.।।૬।।