નેમિ નિરંજન નાથ હમારો, અંજન વર્ણ શરીર,
પણ અજ્ઞાન તિમિરને ટાળે, જીત્યો મન્મથ વીર;
પ્રમ! પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા,
યદુકુલ ચંદારાય, માતા શિવાદેવી નંદા.||૧||
રાજીમતી શું પૂરવ ભવની, પ્રીત ભલી પરે પાળી;
પાણિગ્રહણ સંકેતે આવી, તોરણથી રથ વાળી.||૨||
અબલા સાથે નેહ ન જોડયો, તે પણ ધન્ય કહાણી;
એક રસે બેઉ પ્રીત થઈ તો, કીર્તિ ક્રોડ ગવાણી.||૩||
ચંદન પરિમલ જિમ ખીર ઘૃત, એક રુપ નવિ અળગા;
ઈમ જે પ્રીત નિવારે અહોનિશ, તે ધન ગુણશું વળગા. પ્રણમો૦।।૪ ।।