નેમજી રે….. તોરણે આવી આમ પાછા ન જવાય;
કુંવારી કન્યા રાણી રાજુલ કહેવાય (૨)
પ્રભુ ગુણ ગાય, સામે જ જવાય…||૧ ||
આઠ ભવોની પ્રીતલડી, નવમે ભવે ના છોડાય (૨);
બાળબ્રહ્મચારી રાજુલ બાળા, વીનવે નેમજીને પાય (૨);
નેમજી રે… પાછા વળીને આજ ગ્રહો મારો હાથ.॥२॥
પશુઓનો પોકાર સુણીને, રથને પાછો વાળ્યો (૨);
ધ્રુસકે રુવે રાજુલ રાણી, ધરતી પટે ઢળાણી (૨);
નેમજી રે… પાછા વળીને તિહાં દીધું વરસીદાન.||૩||
પંચાવન મેં દિન પ્રભુજી, પામ્યા કેવળજ્ઞાન (૨);
વધામણી રાજુલબાળા, નેમજીને શરણે જાય (૨);
નેમજી રે… દીક્ષા આપી કર્મ ખપાવી ભવોભવ તારી કહેવાય. ।।૪।।