નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુયેં મુજ મન;
નિર્વિકારતા રે, મુખડું સદા સુપ્રસન્ન,
શ્રીસુપાસ સોહામણા..॥१॥
ભાવ અવસ્થા સાંભરે રે, પ્રતિહારજની શોભ;
કોડી ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ.||૨||
લોકાલોકના સવિ ભાવો રે, પ્રતિભાસે પ્રત્યક્ષ;
તોહે ન રાચે નવિ રુપે રે, નવિ અવિરતિનો પક્ષ..॥3॥
હાસ્ય રતિ અરતિ નહિં રે, નહિં ભય શોક દુર્ગછ;
નહિં કંદર્પ કદર્થના રે, નહિં અંતરાયનો સંચ.||૪||
મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ રે, નાઠા દોષ અઢાર;
ચોત્રીસ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર.||૫||
પાંત્રીસ વાણી ગુણે કરી રે, દેતા ભવિ ઉપદેશ;
ઈમ તુજ બિંબે તાહરા રે, ભેદનો નહીં લવલેશ.||૬||