Nirkhi nirkhi tuj bimane stavan gujarati lyrics

Nirkhi nirkhi tuj bimane stavan gujarati lyrics

નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુયેં મુજ મન;

નિર્વિકારતા રે, મુખડું સદા સુપ્રસન્ન, શ્રીસુપાસ સોહામણા.

॥१॥

ભાવ અવસ્થા સાંભરે રે, પ્રતિહારજની શોભ;

કોડી ગમે દેવા સેવા રે, કરતાં મૂકી લોભ.

લોકાલોકના સવિ ભાવો રે, પ્રતિભાસે પ્રત્યક્ષ;

॥२॥

તોહે ન રાચે નવિ રુપે રે, નવિ અવિરતિનો પક્ષ.

॥3॥

હાસ્ય રતિ અરતિ નહિં રે, નહિં ભય શોક દુર્ગછ;

નહિં કંદર્પ કદર્થના રે, નહિં અંતરાયનો સંચ.

મોહ મિથ્યાત્વ નિદ્રા ગઈ રે, નાઠા દોષ અઢાર;

ચોત્રીસ અતિશય રાજતો રે, મૂલાતિશય ચાર.

પાંત્રીસ વાણી ગુણે કરી રે, દેતા ભવિ ઉપદેશ;

ઈમ તુજ બિંબે તાહરા રે, ભેદનો નહીં લવલેશ.

રુપથી પ્રભુ ગુણ સાંભરે રે, ધ્યાન રુપસ્થ વિચાર;

“માનવિજય’ વાચક વદે રે, જિન પ્રતિમા જયકાર.

Related Articles

× CLICK HERE TO REGISTER