નિરખ્યો નેમિ જિણંદને, અરિ૦, રાજીમતી કર્યો ત્યાગ, ભગ૦,
બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો, અરિ૦, અનુક્રમે થયા વીતરાગ. ભગ૦ ।।૧।।
ચામર ચક્ર સિંહાસન, અરિ૦, પાદ પીઠ સંયુત, ભગ૦,
છત્ર ચાલે આકાશમાં, અરિ૦, દેવદુંદુભિ વર યુત્ત. ભગ૦ ॥२॥
સહસ જોયણ ધ્વજ સોહતો, અરિ૦, પ્રભુ આગળ ચાલંત, ભગ૦,
કનક કમલ નવ ઉપરે, અરિ૦, વિચરે પાય ઠવંત. ભગ૦ ॥३॥
ચાર મુખે દિયે દેશના, અરિ૦, ત્રણ ગઢ ઝાકઝમાળ, ભગ૦,
કેશ રોમ શ્મશ્રુ નખા, અરિ૦, વાધે નહિ કોઈ કાલ. ભગ૦ ।।૪ ।।
કાંટા પણ ઊંધા હોયે, અરિ૦, પંચ વિષય અનુકૂલ, ભગ૦,
ષટ્ ઋતુ સમકાળે ફળે, અરિ૦, વાયુ નહિ પ્રતિકૂળ. ભગ૦ ।।૫।।
પાણી સુગંધ સુર કુસુમની, અરિ૦, વૃષ્ટિ હોય સુરસાલ, ભગ૦,
પંખી દિયે સુપ્રદક્ષિણા, અરિ૦, વૃક્ષ નમે અસરાલ. ભગ૦ ॥६॥