નિર્મલ જ્ઞાન ગુણે કરી જી, તું જાણે જગભાવ;
જગહિતકારી તું જયો જી, ભવજલતારણ नाव,
જિનેશ્વર,સુણ અભિનંદન જિણંદ, તુમ દરિસણ સુખકંદ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ… (૧)
તુજ દરિસણ મુજ વાલહું રે, જિમ કુમુદિની મન ચંદ;
જીમ મોરલો મન મેહલોજી, ભમરા મન અરવિંદ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ… (૨)
તુજ વિણ કુણ છે જગમાં રે, જ્ઞાની મહા ગુણ જાણ;
તુજ ધ્યાયક, મુજ મહેરથીજી, હિત કરી દયો બહુમાન.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ… (૩)
તુજ હેતથી મુજ સાહિબાજી, સીજે વાંછિત ৪।४;
તિણ હેતે તુજ સેવીયેજી, મહેર કરો મહારાજ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ… (૪)
સિદ્ધારથા ઉર હંસલોરે, સંવર નૃપ કુલ કેશર કહે તુજ હેતથીજી,
દિન દિન કોડી કલ્યાણ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ… (૪)