ઓલગડી અવધારો, આશ ધરી હું આવ્યો;
શ્રી શંખેશ્વર અલવેસર તારી, આશ ધરી હું આવ્યો;
સેવક પાર કરીને સાહિબ! ચિંતામણિ મેં પાયો.||૧||
દેવ ઘણા મેં સેવ્યા પહેલાં, જિહાં લગે તું નવિ મળિયો;
હવે ભવાંતરમાં પણ તેહથી, કિમ હિ ન જાઉં છળિયો.||૨||
જ્ઞાનાદિક ગુણ તારા, દીસે છે પ્રભુ જેહવા;
સૂરજ આગળ ગ્રહગણ દીપે, હરિહર દીપે તેહવા.||૩||
કલિકાલે પ્રગટ તુમ પરચો, દેખું વિશ્વ મોઝાર;
પુરિષાદાણી પાર્શ્વ જિનેશ્વર, બાહ્ય ગ્રહીને તારો.||૪||
પુષ્કરાવર્ત ઘનાઘન પામી, ઔર છિલ્લર નવિ યાચું;
કામકુંભ સાચો પામીને, ચિત્ત કરે કોણ કાચું?||૫||
જરા નિવારી જાદવ કેરી, સુરનરવર સહુ પૂજ્યાં;
પાસજી પ્રત્યક્ષ દેખત દરિશન, પાપ મેવાસી ધ્રૂજ્યાં.||૫||