પધારો પધારો પ્રભુજી પધારો… (૨ વાર)
તેજ સુરજનું લઈને પધારો… (૨ વાર)
ચંદ્રની રોશની થઈને પધારો… (૨ વાર)
પધારો પધારો…
વહેતા પવનના તરંગે પધારો… (૨ વાર)
પુષ્પના પરિમલ રંગે પધારો… (૨ વાર)
દીપશિખાઓના સંગે પધારો… (૨ વાર)
પરમેશ્વરઆ પ્રસંગે પધારો, પધારો…
જીવન ની ક્ષણ-ક્ષણ માં પધારો… (૨ વાર)
કણમા પધારો ને મણ મા પધારો… (૨ વાર)
આભમા આભા ભરવા પધારો… (૨ વાર)
સૃષ્ટિ ને પુલકિત કરવા પધારો, પધારો પધારો…
મૂકવા માથે હાથ પધારો… (૨ વાર)
નંદપ્રભા ના નાથ પધારો… (૨ વાર)
પ્રત્યક્ષ રૂપે આપ પધારો… (૨ વાર)
દેવા દેવર્ધિ અમાય પધારો પધારો પધારો…