પદ્મપ્રભ જિન ભેટીયે રે, સાચો શ્રી જિનરાય
દુઃખ દોહગ દુરે ટળે રે સીઝે વાંછિત કાજ ભવિકજન !
પૂજો શ્રી જિનરાય, આણી મન અતિ ઠાય.. ભવિકજન.. (૧)
શિવ રામા વશ તાહરે રે, રાતો તેણે તુમ અંગ કમલ રહે
નિજ પગ તલે રે, તે પણ તિણહીજરંગ.. ભવિકજન.. (૨)
રંગે રાતા જે અછે રે, વિચે રહ્યા થિર થાય તું રાતો
પણ સાહિબા રે, જઈ બેઠો સિદ્ધિમાંય.. ભવિકજન.. (૩)
એ તુમ તણી રે, દીઠી મેં જિનરાજ ઠકુરાઈ ત્રણ જગતણી રે,
સેવ કરેં સુરરાજ.. ભવિકજન.. (૪)
દેવાધિદેવ ! એ તાહરું રે, નામ અછે જગદીશ ઉદારપણું
પણ અતિ ઘણું રે, રંક કરો ક્ષણ ઈશ.. ભવિકજન.. (૫)
એહવી કરણી તુમ તણી રે, દેખી સેવું તુજ કેશર વિમલ
કહે સાહિબા રે, વાંછિત પૂરો ભવિકજન.. (૬)