પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી;
કાગળને મસી તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી,
સુગુણ સનેહા રે કદીય ન વિસરે.॥੧॥
તિહાં જઈ કોઈ આવે નહિ, જેહ કહે સંદેશોજી;
જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી.||૨||
વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી;
ઘોડો દોડેરે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી.||૩||
સાચી રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી;
હોડાહોડેરે બીહું રસરીઝથી, મનના મનોરથ સીઝેજી.||૪||