પદ્મપ્રભ જિન ! તુજ-મુજ આંતરૂ રે,
કિમ ભાંજે ભગવંત કર્મવિપાકે હો કારણ જોઈને રે,
કોઈ કહે મતિમંત… પ૬… (૧)
પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથીરે
, મૂળ ઉત્તર બિહું ભેદ ઘાતી અ ઘૌતી હો બંધોદય ઉદીરણા રે,
કર્મ વિછેદ… પદ્મ… (૨)
કનકોપલવત્ પયડી પુરુષ તણી રે,
જોડી અનાદિ સ્વભાવ અન્ય સંયોગી જિહાં લગે આતમારે,
સંસારી કહેવાય… પદ્મ… (૩
કારણ યોગે હો બાંધે બંધન રે,
કારણ મુગતિ મુકાય આશ્રવ સંવર નામ અનુક્રમે રે,
હેયો પાદેય સુણાય… પ૮… (૪)
યુંજન કરણે હો અંતર તુજ પડયો રે,
ગુણકરણે કરી ભંગ ગ્રંથ ઉકતેં કરી કહ્યો રે,
અંતર ભંગ સુ અંગ… પદ્મ… (૫)
તુજ મુજ અંતર અંતર ભાંજશેરે,
વાજશે મંગળ તૂર જીવ સરોવર વાઘશે રે,
આનંદઘન રસપૂર… પદ્મ… (૬)