Panthado nihadu re stavan gujarati lyrics

Panthado nihadu re stavan gujarati lyrics

પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ;

જેણે તેં જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ મુજ નામ. ।।૧।।

 

ચરમ નયને કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;

જેણે નયને કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર. ॥२॥

 

પુરુષ પરંપર અનુભવ જોવતાં રે, અંધોઅંધ પુલાય;

વસ્તુ વિચારે રે આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠાય.||૩||

 

તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય;

અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. ॥४॥

 

વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર;

તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.||૫||

 

કાળ લધ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ;

એ જન જીવે રે જિનજી જાણજોરે, “આનંદઘન’ મત અંબ. ।।૬।|

Related Articles