પરમાનંદ વિલાસી જિનેશ્વર, પરમાનંદ વિલાસી;
કેવલજ્ઞાન ને કેવલદર્શન, અવ્યાબાધ ઉદાસી. ॥੧॥
અજર અમર અકલંક અરુપી, અરસ અગંધ અફાસી;
અગુરુલઘુ અનંત અનુપમ, આતમલીલા વાસી.॥२॥
અકોહી અમાની અમાયી અલોભી,અવિરતિ રહિત અલેશી;
અરાગી અદ્વેષી અયોગી અભોગી, અણાહારી અક્લેશી. ॥३॥
અતીન્દ્રિય અનુપાધિ અદેહી, સ્વક્ષેત્ર સ્વભાવ નિવાસી;
નિજ ગુણ સત્તા રંગી અસંગી, અખંડ અસંખ્ય પ્રદેશી.॥४॥