Parmatam purankala stavan gujarati lyrics

Parmatam purankala stavan gujarati lyrics

પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ;

પૂરણ દૃષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હો અમચી અરદાસ.||૧||

 

સર્વ દેશઘાતી સહું, અઘાતી હો કરી ઘાત દયાળ;

વાસ કિયો શિવમંદિરે, મોહે વીસરી હો ભમતો જગજાળ.||૨||

 

જગતારક પદવી લહી, તાર્યા સહી હો અપરાધી અપાર;

તાત કહો મોહે તારતાં, કિમ કિની હો ઈણ અવસર વાર.||૩||

 

મોહ મહામદ છાકથી, હું છકીઓ હો નહિ શુદ્ધિ લગાર;

ઉચિત સહિ ઈણે અવસરે, સેવકની હો કરવી સંભા.||૪||

 

મોહ જો તારશો, તિણ વેળા હો કિહાં તુમ ઉપગાર;

સુખ વેળા સજ્જન ઘણા, દુઃખ વેળા હો વિરલા સંસાર.||૫||

 

પણ તુમ દરિશન જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ;

ભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ વિનાશ.||૬||

 

કર્મ કલંક નિવારીને, નિજ રુપે હો રમે રમતારામ;

લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશરામ.||૭||

 

ત્રિકરણ જોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ;

“ચિદાનંદ’ મનમેં સદા, તુમે આવો હો પ્રભુ નાણદિણંદ.||૮||

Related Articles