પાર્શ્વ જિન! તાહરા રુપનું, મુજ પ્રતિભાસ કેમ હોય રે;
તુજ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જોય રે;||૧||
તુજ પ્રવચન પ્રત્યક્ષ, નિશ્ચયે ભેદ નહિ કોય રે;
વ્યવહારે લળી દેખીએ, ભેદ પ્રતિભેદ બહુ જોય રે;||૨||
બંધ નહિ મોક્ષ નહિ નિશ્ચયે, વ્યવહારે ભજ હોય રે;
અબાધિત સોય કદા, નિત્ય અબાધિત સોય રે.||૩||
અન્વય-હેતુ વ્યતિરેકથી, અંતરો તુજ મુજ રૂપ રે;
અંતરો મેટવા કારણે, આતમસ્વરુપ અનૂપ રે.||૪||
આતમ પરમાત્મા, શુદ્ધ નય ભેદ નહિ એક રે;
અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે.||૫||
ધરમી ધરમથી એકતા, તે મુજ રૂપ અભેદ રે;
એક સત્તા લખ એકતા, કહે તે ગૂઢમતિ ખેદ રે.||૬||