Prabhate uthi Karu Vandana re stavan gujarati lyrics

Prabhate uthi Karu Vandana re stavan gujarati lyrics

પ્રભાતે ઊઠી કરું વંદના રે, પ્રભાતે ઊઠી કરું વંદના રે;

બે કર જોડીને વિનવું રે, મારી વિનતડી અવધાર રે;

તમે મહાવિદેહમાં વસ્યા રે, અમને છે તુમ આધાર રે.||૧||

 

ભરતક્ષેત્રમાં અવતર્યો રે, કેમ કરી આવું હજૂર રે;

તુમ દર્શન નવિ પામિયો રે, રહ્યો મજૂરનો મજૂર રે.||૨||

 

તુમ પાસે દેવ ઘણા વસે રે, એક મોકલજો મહારાજ રે;

મનનો સંદેહ પ્રભુ! પૂછીને રે, કરું સફળ દિન આજ રે.||૩||

 

કેવલજ્ઞાનીના વિરહથી રે, મનુષ્ય જન્મ એળે જાય રે;

શુભભાવ આવે નહીં રે, શી ગતિ માહરી થાય રે.||૪||

 

કર્મને મોહે ખૂબ કશ્યો રે, હજુ ન થયો ખુલાશ રે;

જેમ તેમ કરી પ્રભુ તારજો રે, હું તો ઘરું તમારી આશ રે.||૫||

 

સીમંધરસ્વામીના નામથી રે, થાય સફલ અવતાર રે;

“ઉદયરતન’ એમ વિનવે રે, પ્રભુ નામે જય જયકાર રે.||૬||

 

Related Articles