Prabhu malli jinand Shanti aapjo stavan gujarati lyrics

Prabhu malli jinand Shanti aapjo stavan gujarati lyrics

પ્રભુ મલ્લિ જિણંદ શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિના પાપ રે;

દયાળુ દેવા! મલ્લિ જિણંદ શાંતિ આપજો…||૧||

 

વીતરાગ દેવને વંદું સદા,

બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે.||૨||

 

અચલ અમલ ને અકલ તું,

કષાય મોહ નથી લવ લેશ રે.||૩||

 

સર્પ ડસ્યો છે મને ક્રોધનો,

રગે રગે વ્યાપ્યું તેનું વિષ રે.||૪||

 

માન પત્થર સ્તંભ સારીખો,

મને કીધો તેણે જડવાન રે. ॥૫॥

 

માયા ડાકણ વળગી મને,

આપ વિના કોણ છોડાવનહાર રે. ।।૬।|

 

લોભ સાગરમાં હું પડ્યો,

ઊભગ્યો છું ભવદુઃખ અપાર રે. ॥७॥

 

આપ શરણે હવે આવીયો,

રક્ષણ કરો મુજ જગનાથ રે.||૮||

 

અરજ સ્વીકારી આ દાસની,

‘જ્ઞાનવિમલ”લેજો બાળ હાથરે. ॥૯॥

Related Articles