Prabhu malli jinand Shanti aapjo stavan gujarati lyrics

Prabhu malli jinand Shanti aapjo stavan gujarati lyrics

પ્રભુ મલ્લિ જિણંદ શાંતિ આપજો,

કાપજો મારા ભવોદધિના પાપ રે;

દયાળુ દેવા! મલ્લિ જિણંદ શાંતિ આપજો…

વીતરાગ દેવને વંદું સદા, બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે.

અચલ અમલ ને અકલ તું, કષાય મોહ નથી લવ લેશ રે.

સર્પ ડસ્યો છે મને ક્રોધનો, રગે રગે વ્યાપ્યું તેનું વિષ રે.

માન પત્થર સ્તંભ સારીખો, મને કીધો તેણે જડવાન રે. ॥५॥

માયા ડાકણ વળગી મને, આપ વિના કોણ છોડાવનહાર રે. ।।૬।

લોભ સાગરમાં હું પડ્યો, ઊભગ્યો છું ભવદુઃખ અપાર રે. ॥७॥

આપ શરણે હવે આવીયો, રક્ષણ કરો મુજ જગનાથ રે.

અરજ સ્વીકારી આ દાસની, ‘જ્ઞાનવિમલ”લેજો બાળ હાથરે. ॥૯॥

Related Articles

× CLICK HERE TO REGISTER