Prabhu taro tyag na pamiye stavan gujarati lyrics

Prabhu taro tyag na pamiye stavan gujarati lyrics

પ્રભુ! તાહરો તાગ ન પામીએ, ગુણ-દરિયો ઊંડો અગાધ હો;

ક્યાંયે દિલનો દિલાસો ના મળે, કોઈ બક્ષે નહિ અપરાધ હો. ।।૧।।

 

મુજ મનનો માનીતો તું પ્રભુ, નિસનેહી ઘણું નિરલેપ હો;

પ્રીતિ તો કિમ હી ન પાલટે, જો કીજે ક્રોડ આક્ષેપ હો. ||૨||

 

જે ભજતાં ભાવ ધરે નહિ, કિમ ભજીએ તેહ ઉલ્લાસ હો;

ન્યારાશું પ્યાર કીજે કિશ્યો, પણ મેલે નહિ મન આશહો.||૩||

 

જાણ આગે જણાવીએ, અમ વિનતડી વીતરાગ હો;

શું ઘણું આપ વખાણીએ,

એક તુજશું મુજ મન રાગ હો. પ્રભુ૦ ।।૪ ।।

 

તારી મહેર નજર વિના, મુજ સેવા સફળ ન હોય હો;

જો સહેજે તમે સામું જુઓ તો, મુજને ગંજે ન કોય હો. પ્રભુ૦।।૫।|

 

ત્રિભુવનમાં તુજ વિણ સહી, શિર કેહને ન નમું સ્વામી હો;

ઓલગડી શ્રી અરનાથની, અવસરે આવશે કામ હો.||૬||

 

જાણું છું વીશવાવીશ સહી, મુજ આશા ફળશે નેટ હો;

પ્રભુ૦ા૬।। ‘ઉદયરત્ન’ વદે,

તુજ ચરણની ભવોભવ ભેટ હો. પ્રભુ૦।।૭।।

Related Articles

Jeetbuzz

Jeetwin